
જ્યારે સ્ટ્રોકનાં લક્ષણો જણાય ત્યારે સમય ની ખાસ અગત્યતા છે. જેવાં સ્ટ્રોક નાં લક્ષણો જણાય અને દદીૅને યોગ્ય સારવારનાં સ્થળે તાત્કાલિક ખસેડવાનું ખાસ જરુરી છે. સ્ટ્રોક આવ્યાથી 2થી3 કલાકનો સમયગાળો એ “સુવર્ણસમયાવધિ” કહેવાય છે કેમકે આ સમય અવધિમાં દદીૅને તાત્કાલિક યોગ્ય સારવાર મળી જાય તો મગજનાં કોષોને એકદમ ઓછું નુકશાન થાય છે.
હજુ પણ સ્ટ્રોક બાબતે લોકોને ઓછી જાણકારી છે. જ્યારે “ક્ષણિક ઈસ્ચેમિક સ્ટ્રોક” જણાય ત્યાર બાદ ઘણી વખત દદીૅને હોસ્પિટલ પહોંચતા દિવસો પસાર થઈ જાય છે. ( TIA- Transient Ischemic Attack“ એ પ્રાથમિક સામાન્ય લક્ષણો છે જે બાદ ગમે તે સમયે ગંભીર સ્ટ્રોકનો હુમલો આવી શકે છે.)
તેથી એ ખુબ અગત્યનું છે કે સ્ટ્રોકનાં નીચે મુજબનાં લક્ષણોને તાત્કાલિક ઓળખો. એટલે જ અંગ્રેજી માં FAST મુળાક્ષરો નું નીચે મુજબ અથૅધટન કરી સ્ટ્રોકનાં પ્રાથમિક લક્ષણો ઓળખો.
F=FACE: (ફેસ- ચહેરો) : વ્યક્તિ ને મલકાવાનું કહો. ચહેરાની એક બાજુ ખેંચાતી કે વંકાતી લાગે છે?
A=ARM: ( આમૅ- હાથ) : વ્યક્તિ ને બન્ને હાથ ઉંચા કરવાનું કહો. હાથ ઉંચો થવાને બદલે નીચે પડી જાય છે?
S=SPEECH: (સ્પીચ- વાચા) : વ્યક્તિ ને સામાન્ય વાક્ય બોલવાંનું કહો. શબ્દો અસ્પષ્ટ બોલાય છે? વ્યક્તિ તમે બોલેલ વાક્યને ફરી સ્પષ્ટ પણે ઉચ્ચારી શકે છે?
અને જો ઉપરનાં બધાં લક્ષણો જણાતા હોય તો T =TIME સમય નું મહત્વ સમજો
T=TIME: (ટાઈમ-સમય) : દર્દી ને તાત્કાલિક નજીકની હોસ્પિટલ કે જ્યાં સ્ટ્રોકની સારવાર માટે પયાૅપ્ત સુવિધા હોય ત્યાં ખસેડો.
આવી રહેલ અથવા સંભવિત સ્ટ્રોક નાં બે અન્ય લક્ષણો પણ મળી આવ્યા છે (વિગતો માટે અહીં 2017 માં કરવામાં આવેલ અભ્યાસ જુઓ), તેથી, અંગ્રેજીમાં એક સરળ ટૂંકાક્ષર BE અહીં ઉમેરવામાં આવ્યા છે.
B=BALANCE(બેલેન્સ=સંતુલન): વ્યક્તિ ચાલવા કે ઉભા થવાંમાં સંતુલન જાળવી શકતી નથી?
E = EYES: (આઈઝ=આંખો) : દદીૅને આંખોથી ધુંધળુ દેખાય કે અસ્પષ્ટ દેખાય કે બે દ્રશ્યો દેખાય વગેરે..
તે નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ લક્ષણો ઝડપથી અદૃશ્ય થઈ શકે છે – કદાચ થોડીવારમાં! પરંતુ ‘ક્ષણિક’ સ્ટ્રોક સંભવત occurred આવી ગયો છે, અને જ્યાં સુધી યોગ્ય નિદાન અને સારવાર તાત્કાલિક શરૂ ન થાય ત્યાં સુધી, ટૂંક સમયમાં સંપૂર્ણ અને વધુ ગંભીર સ્ટ્રોકનું મોટું જોખમ રહેલું છે! તેથી તે એકદમ જટિલ છે કે કોઈપણ લક્ષણોને અવગણવામાં ન આવે!
ઉપરોક્ત ઉપરાંત, સ્ટ્રોકના અન્ય, ઓછા જાણીતા લક્ષણો છે જે અહીં દર્શાવ્યા છે. આમાં શામેલ છે:
- ચહેરા, હાથ અથવા પગની નબળાઇ અથવા નબળાઇ, ખાસ કરીને શરીરની એક બાજુ
- કન્ફ્યુઝન, બોલવામાં તકલીફ અથવા વાણી સમજવામાં તકલીફ
- કોઈ જાણીતા કારણ વગર ભારે માથાનો દુખાવો. સામાન્ય રીતે માથાનો દુખાવો અચાનક અને સતત હોય છે.
મહેરબાની કરી આ પોસ્ટને બધાંની જાણકારી માટે અધિકતમ શેયર કરો. શક્ય છે કે આપ કોઈની અમુલ્ય જીંદગી બચાવી શકો.
સ્ટ્રોક પિડીત તથા તેમનાં પરિવાર જનો વ્હોટ્સએપ ગ્રુપ માં જોડાવ: https://strokesupport.in/add
ગુજરાતી અનુવાદ બદલ ભારત ચેન્ઝલા જીનો ખૂબ ખૂબ આભાર.