લકવો (સ્ટ્રોક)- ખોટી માન્યતા અને વાસ્તવિકતા

લકવો (સ્ટ્રોક)- ખોટી માન્યતા અને વાસ્તવિકતા
લકવો (સ્ટ્રોક)- ખોટી માન્યતા અને વાસ્તવિકતા

લકવો અથવા પેરાલીસીસ માટે લોકોમાં ખુબજ ગેરમાન્યતા ફેલાયેલી છે. અમેરિકા જેવા વિકસિત દેશ માં પણ લકવા ની સાચી સમજ હોય તેવો વગઁ ખુબજ ઓછો છે.

ભારત માં પણ અમેરિકા ની જેમ ખોટીમાન્યતાઓ છે. પરંતુ અંધવિશ્વાસ ,ભુઆ, ધુતારા, ફકીર વગેરે ના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે.

તો આવો આજે ગેરમાન્યતાઓ દૂર કરી ને વાસ્તવિકતા ને સમજીયે

ખોટી ધારણા : સ્ટ્રોક (લકવો અથવા પેરાલીસીસ ) ને રોકવું શક્ય નથી.

આ તદ્દન ખોટી વાત છે. એક અભ્યાસ મુજબ 80% સ્ટ્રોક ને રોકી શકાય છે. ઘણી વાર સ્ટ્રોક પેહલા સ્પષ્ટ લક્ષણો પણ જોવા મળે છે જેમકે બ્લડપ્રેશર વધી જવું , સ્થૂળતા, મધુપ્રમેહ (ડાયાબિટીસ), ધુમ્રપાન તથા ફેમિલી હિસ્ટરી (આ દરેક લક્ષણ ના લીધે સ્ટ્રોકે નું જોખમ વધી જાય છે). સમતોલ આહાર , નિયમિત કસરત તથા ધુમ્રપાન છોડી દેવાથી લકવા નું જોખમ ઘણું ઓછુ કરી શકાય છે.

ખોટી ધારણા: લકવો 65 વર્ષથી ઓછા વયની વ્યક્તિ ને ના થાય.

ખરેખર માં તો લકવો કોઈ પણ ઉંમર ની વ્યક્તિ ને થઈ શકે છે. ક્યારેક તો ગર્ભ માં હોય તે બાળક ને પણ સ્ટ્રોક થઈ શકે છે. 25% સ્ટ્રોક 65વર્ષ થી ઓછી વય ને વ્યક્તિ ને અને 10% સ્ટ્રોક 45 વય થી ઓછી વ્યક્તિ ને થાય છે. અને લોકો ની જીવનશૈલી તથા તનાવપૂર્ણ જીવન થી ઉત્તરોત્તર આ દર માં વધારો થઈ રહ્યો છે

ખોટી ધારણા: સ્ટ્રોક થયાબાદ તેની રિકવરી (પરિસ્થિતિમાંસુધાર) શરૂઆતના મહિનાઓમા જ આવે

વાસ્તવિકતા મા સ્ટ્રોક આવ્યા બાદ સમય નું વિશેષ મહત્વ હોય છે. ઘણા લોકો આ બાબત માટે 3 વર્ષ ની સમય સીમા નિર્ધારિત કરતા હોય છે અને ત્યારબાદ સુધાર ની શક્યતા નથી હોતી તેવું પણ કેહતા હોય છે.

પરંતુ લકવાગ્રસ્ત વ્યક્તિમા આજીવન સુધારો થઈ શકે છે. આ માટે ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી અને નિયમિત દવાઓ વિગેરે અટકાવવી ના જોઈએ. જોકે સ્ટ્રોક આવ્યા ના પ્રથમ 4-6 કલાક મા (જેને ગોલ્ડન પીરીયડ પણ કહેવાય છે.) યોગ્ય ઉપચાર શરુ થઈ જાય તો લકવા ની પરિસ્થિતિમા ખુબજ સુધારો થઈ શકે છે.   

ખોટી ધારણા: સ્ટ્રોક હૃદય મા થાય છે.

લકવો થવા પાછળ નું મુખ્ય કારણ મગજ ની કોશિકા માં માં લોહી નું ના પહોંચવું. આવુ થવાના કારણ અલગ અલગ હોઈ શકે છે. લકવા ને હૃદયરોગ જોડે એટલે માટે જોડી દેવામા આવે છે કારણકે સ્ટ્રોક ના દર્દી માં બ્લડ પ્રેશર ઘણું વધારે હોય છે.

પરંતુ લકવાનો ઉપાય હૃદય રોગ ના ઉપચાર થી તદ્દન ભિન્ન છે. એટલા માટેજ મગજ ને પ્રભાવિત કરતા સ્ટ્રોક ને દાકતરી ભાષા મા સેરેબ્રોવાસ્કયુલર અટેક (CVA) અથવાતો સેરેબ્રોવાસ્કયુલર સ્ટ્રોક કહેવામાં આવે છે.

હૃદયરોગ નો હુમલો (હાર્ટ અટેક) ને કાર્ડિયાક સ્ટ્રોક કહેવામાં આવે છે ,તે ઉપરાંત કાર્ડિયાક સ્ટ્રોક અને બ્રેઈન સ્ટ્રોક (સેરેબ્રોવાસ્કયુલર સ્ટ્રોક) ને અરસપરસ સંબધ પણ છે કારણકે હાર્ટ અટેક થવાથી બ્રેઈન અટેક નું જોખમ ખુબ વધી જાય છે.

ખોટી ધારણા: જો તમને દુખાવો નથી થતો તો તમને સ્ટ્રોક નથી.

ઘણાખરા લકવા ના દર્દી ને કોઈ પણ દુખાવા નો અનુભવ થતો નથી. ખુબજ સામાન્ય જણાતા લક્ષણો આવે છે જેમ કે ,ચક્કર આવવા ,શરીર નું સંતુલન ગુમાવી બેસવું ,જીભ થોથલાવી, બોલવા મા તકલીફ થવી , હાથ અને પગ નું ખોટું પડી જવુ, આજુબાજુ ની પરિસ્થિતિ તથા લોકો ને સમજવામા મુંઝવણ થવી  

તેથીજ દરેક વ્યક્તિ એ લકવા ના લક્ષણો ની સમજ જરૂરી છે.

ખોટી ધારણા: સ્ટ્રોક કુટુંબમા એકજ વ્યક્તિને થાય

ના, લકવા નું જોખમ એવા લોકો ને વધારે હોય છે જેમ ને સ્ટ્રોક નો આનુવંશિક ઇતિહાસ રહ્યો હોય

ખોટી ધારણા: લકવો ખુભજ ઓછા વ્યક્તિઓમા થાય છે.

આ તદ્દન ખોટી વાત છે. માનવામાં આવે છે કે અમેરિકા માં અત્યારે 70 લાખ લોકો સ્ટ્રોક થી પીડાય છે (મૃતક સિવાય) અને અમેરિકા મા મૃત્યુ નું પાંચમું કારણ પણ સ્ટ્રોક છે.

દુનિયાભર મા સ્ટ્રોક મૃત્યુના પ્રમુખ કારણ માંથી એક છે લગભગ 9% મૃત્યુ નું કારણ સ્ટ્રોક છે. નવા અભ્યાસ મુજબ દર 4 વ્યક્તિ માથી 1 વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન લકવા નો શિકાર બને છે.

ભારત દેશ માં સ્ટ્રોક થી મૃત્યુ પામનાર ની સંખ્યા એચઆઈવી/એડ્સ થી મૃત્યુ પામનાર થી 6.5 ગણી વધારે છે ! વર્ષ 1996 મા સ્ટ્રોક મૃત્યુ નુ 12મુ કારણ વર્ષ હતું ત્યાંથી 2016 મા 5મુ પ્રમુખ કારણ બની ગયુ હતુ . દર 1,00,000 વ્યક્તિ માંથી સરેરાશ 119-146 વ્યક્તિઓ લકવાગ્રસ્ત થાય છે જે 1996 ની સરખામણીમા 100 ગણી વૃદ્ધિ છે. આજ કારણ થી લકવા અર્થાત સ્ટ્રોક ની જાગૃકતા ની ખુબજ જરૂર છે.

ખોટી ધારણા: મીનીસ્ટ્રોકમાં ઉપચારની આવશ્યકતા નથી હોતી.

દરેક પ્રકાર ના સ્ટ્રોક મા ઉપચાર જરૂરી છે. તત્કાલ નિદાન થી જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર ખુબ ઓછુ થઈ શકે છે તથા ગંભીર એવી અપંગતા ને પણ પૂર્ણ રૂપે વાળી શકાય છે.

મીની સ્ટ્રોક ને ચિકિત્સા ની ભાષા મા ટ્રાન્સીયેન્ટ ઈસ્કેમિક અટેક (TIA) કહેવામા આવે છે. જો આની અવગણના કરવામા આવે તો સ્ટ્રોક મોટા પાયે આઘાત પોહચાડી શકે છે.

ખોટી ધારણા: સ્ટ્રોકના લીધે મૃત્યુથી બચેલ વ્યક્તિ હંમેશા બીજા પર નિર્ભર રહે છે. તે સ્વતંત્ર તથા સામાન્ય જીવન જીવી નથી શકતા.

હા, અમુક લકવાગ્રસ્ત વ્યક્તિ મહદ અંશે બીજા પર નિર્ભર રહેતા હોય છે, પરંતુ ઘણા લોકો પદ્ધતિસર ઉપચાર, આત્મવિશ્વાસ તથા નિરંતર પ્રયત્ન થી સામાન્ય જીવન પુનઃપ્રાપ્ત કરી શકે છે.

મહેરબાની કરી ને અમારા પ્રેરણા સ્ત્રોત પર જાઓ જ્યાં અમે વધુ પ્રેરક વાર્તા પ્રસ્તુત કરીયે છે. તથા તમારી પાસે પણ અંગત આવો કોઈ અનુભવ હોય તો અમને અહીંયા બતાવો .

ઉપર ના લેખ માથી અમુક સ્ત્રોત અહીંયા થી લીધે છે: http://www.strokesmart.org/myths

શું તમે લકવાની ખોટી માન્યતાની જાણ છે? અથવા તો નવીન કશું જે સામાન્ય ઉપચારમા ના આવતુ હોય અને લકવાની ક્ષતિમા કારગર હોય તો અમને અહીંયા બતાવો!

ભારતમા લકવાની જાગૃતકતા પ્રસરાવામા અમને મદદ કરો! આ લેખ તથા વેબસાઈટ https://strokesupport.in/ ને પોતાના સગા-વહાલા, સ્નેહી અને મિત્રવર્તુળ ફેલાવો- બની શકે તમે કોઈકને લકવા જેવી ગંભીર બીમારીથી બચાવી શકીયે. ખુબ ખુબ આભાર !

ગુજરાતી અનુવાદ માટે રશેષ દેસાઈ ને હૃદય પૂર્વક આભાર.

હિન્દીમાં આ પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

અંગ્રેજીમાં આ પોસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો