ન્યુરોપ્લાસ્ટીસીટી

ન્યુરોપ્લાસ્ટીસીટીસ્ટ્રોક અસરગ્રસ્ત માટે આશાનું કિરણ

ન્યુરોપ્લાસ્ટીસીટી એક  સ્ટ્રોકની સારવારના ઘણા પાસાઓને બદલી નાખતું ઉભરતું મનોહર વિજ્ઞાન છેલગભગ ચાર સદીઓથી માન્યતા છે કે મગજ એકવાર વિકસિત અથવા ક્ષતિગ્રસ્ત થયાં (ઉદાહરણ:સ્ટ્રોક) બાદ બદલાતું નથીજો કે, આધુનિક સંશોધન સૂચવે છે કે મગજમાં હકીકતમાં સતત બદલાવ આવે છેઅને તેને બદલી શકાય છેખરેખર દરેક વિચાર અને અનુભવ મગજમાં પરિવર્તન લાવી શકે છે અને તે કોઈ પણ રીતેઅશકય કે અઘરુંનથી.

મગજની આ લાક્ષણિકતાને “ન્યુરોપ્લાસ્ટીસીટી” તરીકે ઓળખવામાં આવે છે. આપણાં મગજની આજીવન સતત નવાં ન્યુરલ કનેક્શન્સ બનાવીને પોતાને ફરી અને ફરીથી ગોઠવવાની ક્ષમતા છે.  ન્યુરોપ્લાસિટી મગજમાં ચેતાકોષો ને ઈજા અને રોગની ભરપાઇ કરવા અને નવી પરિસ્થિતિઓમાં અથવા તેમના વાતાવરણમાં પરિવર્તનની પ્રતિક્રિયામાં તેમની પ્રવૃત્તિઓને અનુકુળ કરતું જ રહે છે.

ન્યુરોપ્લાસ્ટીસીટીનું પ્રથમ વિસ્તૃત સંશોધન અને વર્ણન  ડો.પૌલ બચ-વાય-રીટા દ્વારા  કરવામાં આવ્યું હતું, જેમણે લગભગ ચાલીસ વર્ષ સુધી આ વિષય ઉપર કામ કર્યું હતું.  પરંતુ તેના અંતિમ વર્ષોમાં જ તે તેના બધા પ્રયોગો અને પ્રયત્નોને સફળતા મળી હતી. તેમના સંશોધન પર આધારીત સાધનોનો ઉપયોગ કરીને તેણે સાબિત કર્યુકે જ્યારે મગજની કેટલીક વિધિઓ ખોરવાઈ જાય છે, ત્યારે ગુમ થયેલ કુશળતા અથવા કાર્યોને ફરીથી સ્થાપિત કરવા માટે મગજ “પાછલાં રસ્તા”ઓ નો ઉપયોગ કરે છે.

 સ્ટ્રોક અને તેના અંતર્ગત કારણો વિશે થોડાંક પરિચિત એવા લોકો માટે, સ્ટ્રોકની સારવાર માં ન્યુરોપ્લાસ્ટીસીટી અગત્યનો ભાગ ભજવે છે.

અન્ય ન્યુરોપ્લાસ્ટીયન બાર્બરા એરોસ્મિથ યંગ, શીખવાની અક્ષમતાવાળા વિદ્યાર્થીઓમાં જ્ઞાનાત્મક ક્ષમતા બદલવા માટે તેની કુશળતાનો ઉપયોગ કરે છે.  તેણે ન્યુરોપ્લાસ્ટીસીટીનો ઉપયોગ કરીને પોતાની જ ગંભીર શીખવાની-અક્ષમતાઓને દૂર કરી.  તેમણે પોતાનાં મુશ્કેલ ક્ષેત્ર નાં જ્ઞાન ને સામાન્યથી ઉપરનાં સ્તરે લક્ષ્ય બનાવી આ ક્ષમતા હાંસલ કરેલ. તેવી જ રીતે, વિશ્વભરના મગજ નાં વૈજ્ઞાનિકો તે દર્શાવે છે કે મગજ ‘સ્થિતિસ્થાપક’ છે અને, ઘણા કિસ્સાઓમાં, ફક્ત  કલ્પનાઓનો ઉપયોગ કરીને મગજની શરીરરચના બદલી શકાય છે!

ડોક્યુમેન્ટરી ‘ Brain that changes itself‘ તે  ન્યુરોપ્લાસ્ટીસીટી દ્વારા જેમના મગજમાં સ્ટ્રોક સહિતની ગંભીર શારીરિક અને માનસિક વિકલાંગતાઓને દૂર કરવા માટે અનુકૂલન કરવામાં આવ્યું છે તે તમામ વયના લોકોના આશ્ચર્યજનક કેસ અધ્યયન રજૂ કરે છે.  ડોક્યુમેન્ટરી ડો. નોર્મન ડોઇજનાં ‘ Brain that changes itself‘ નામનાં પુસ્તક પર આધારીત છે, જેમણે આ ક્ષેત્રમાં અગ્રણી કાર્ય પણ કર્યું છે.

અહીં તેમની યુ ટ્યુબ ડોકયુમેન્ટરી ઉપલબ્ધ છે.

અને અહીં પ્રસ્તુત છે, ડો. બાર્બરા એરોસ્મિથ યંગ (TedX શો ટોરન્ટો)

And here is Dr. Norman Doidge explaining neuroplasticity and introducing his book.

અહીં ડો. નોર્મન ડોઈઝ તેમની બુક માં ન્યુરોપ્લાસ્ટીસીટી વિશે જણાવે છે.

ઘણા સ્ટ્રોક અસરગ્રસ્ત તેમજ તેમની સભાળ આપનારા લોકો (જેમાં આપણાં  વોટ્સ એપ ગ્રુપના લોકો પણ શામેલ છે) તેઓ પોતાના જાત અનુભવથી આ વાત નું જોરદાર સમર્થન કરે છે કે  દ્રઢ નિશ્ચય, આશાવાદી અને  સતત પ્રયત્નશીલ રહેવાં થી ચમત્કારો સર્જાય શકે છે.

બધા સ્ટ્રોક અસરગ્રસ્ત લોકોને આશા આપવા અને જાગૃતિ વધારવા માટે કૃપા કરીને શેર કરો.  કૃપા કરીને ભારતમાં સ્ટ્રોક જાગૃતિ વધારવા માટેનાં અભિયાનને સપોટૅ કરો જે અહીં મળી શકે છે.  આભાર.

ગુજરાતી અનુવાદ બદલ ભરત ચાંગેલાજી નો ખૂબ ખૂબ આભાર.

Click here for this post in English.