શું ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડપ્રેશર) સ્ટ્રોક નું કારણ બની શકે? હા…

તમારાં બ્લડ પ્રેસર ને કાબુમાં રાખો !! ભારતમાં થતાં સ્ટ્રોક નાં કેસનાં અંદાજીત 57% કેસ ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડપ્રેશર) ને લીધેજ થાય છે.

હાઈ બ્લડ પ્રેશર એ સ્ટ્રોક (તેમજ હાર્ટ એટેક) થવા માટે નાં અતિ જોખમકારક પરિબળો પૈકીનું એક મહત્વનુ પરિબળ છે.  આ સમાચાર લેખમાં ( https://m.timesofindia.com/life-style/health-fitness/health-news/know-your-numbers-high-blood-pressure/amp_articleshow/71220352.cms) ટાંકવામાં આવેલા રાષ્ટ્રીય કૌટુંબિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2017 માં જણાવ્યા અનુસાર, આઠ ભારતીયોમાંથી એક ભારતીય હાયપરટેન્શનથી પીડાય છે, જે કુલ અંદાજીત સંખ્યા  21 કરોડ જેટલી થાય છે.

આગળ, તેમાં કહ્યું તેમ, “ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝિસ” ના અધ્યયનમાં જણાવાયું છે કે ભારતમાં હાયપરટેન્શનના કારણે ૨૦૧૬ માં 16.30લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત, આ લેખ મા કહે છે (https://pubmed.ncbi.nlm.nih.gov/24621804/) તે અભ્યાસ મુજબ હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર)તે ભારતનાં  57% સ્ટ્રોક અને  24% કોરોનરી હ્રદય રોગથી થતાં મૃત્યુ માટે સીધું જવાબદાર છે. 

તેથી હાઈ બ્લડ પ્રેશર ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે નિયમિત દેખરેખ અને બ્લડ પ્રેશરનું નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમારા બ્લડ પ્રેશરને મોનિટર કરવા અને તેને નિયંત્રિત કરવા માટેની કેટલીક સરળ ટીપ્સ નીચે મુજબ છે:

  • ડિજિટલ બીપી મોનિટર વસાવો અને તેનો નિયમિત ઉપયોગ કરવાની ટેવ પાડો.
  • વર્ષમાં ઓછામાં ઓછું એકવાર વ્યવસાયિક પાસે  આરોગ્ય તપાસ કરાવો.
  • એ જ રીતે, ચક્કર, માથાનો દુખાવો, માથામાં / લમણાંમાં ધબકારા જેવા ચિહ્નો હાઈ કે લો  બ્લડ પ્રેશરની સમસ્યાને લીધે હોઈ શકે છે તેને અવગણવું જોઈએ નહીં.
  • જો બીપી 180/120 મીમી એચ.જી.થી વધુ છે, તો દર્દીને તાત્કાલિક  નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.
  • એ જ રીતે, ચક્કર, માથાનો દુખાવો, માથામાં / લમણાંમાં ધબકારા જેવા ચિહ્નો હાઈ કે લો  બ્લડ પ્રેશરની સમસ્યાને લીધે હોઈ શકે છે તેને અવગણવું જોઈએ નહીં.
  • સોડિયમ (મીઠું) અને ચરબીરહિત આહાર, અને તે પણ પ્રમાણસર લેવાની જરૂર છે. રોજીંદા ખોરાકમાં પુષ્કળ તાજા ફળો અને શાકભાજી શામેલ કરો.  કોઈપણ પ્રોસેસ્ડ ફૂડ / પીણાને ટાળવા અને ઘરની રાંધેલી વાનગીઓ પર આધાર રાખવો તે શ્રેષ્ઠ ઉપાય છે.
  • અઠવાડિયામાં ઓછામાં ઓછા 4-5 વખત, લગભગ 30-45 મિનિટ સુધી ઝડપી વોકિંગ સહિત નિયમિત વ્યાયામ કરો.
  • ધૂમ્રપાન અને આલ્કોહોલ ને સદંતર ટાળો.
  • જો માનસિક તણાવ  કારણભૂત હોય તો ધ્યાન, યોગ વગેરે જેવા વિવિધ માધ્યમોથી તેને ઓછું કરવાનો પ્રયાસ કરો.
  • જો ચિકિત્સક દ્વારા સલાહ આપવામાં આવે તો નિયમિત દવા કરવી આવશ્યક છે .

અલબત્ત, તમારા ચિકિત્સક તમને તમારી પરિસ્થિતિ અનુરુપ ઘણી વધુ પદ્ધતિઓની સલાહ આપી શકશે,  તેથી તેમનો સંપર્ક કરો.

ટૂંકમાં, સ્ટ્રોક સહિતના ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ટાળવા માટે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો

જો તમારી પાસે સ્ટ્રોક, તેના લક્ષણો અને પરિણામો વિશે મર્યાદિત / કોઈ માહિતી નથી, તો અમે તમને સલાહ આપીશું કે તમે આ વેબસાઇટ છોડતા પહેલા નીચેનામાંથી ઓછામાં ઓછું એક વાંચો, તેમજ તમારા મિત્રો અને કુટુંબ સાથેની લિંક્સ શેર કરો.  તમે કોઈને અચાનક મૃત્યુથી અથવા સંઘર્ષમય જીવનથી બચાવી શકો છો!

અન્ય સ્ટ્રોક પિડીતો, તેમની સારસંભાળ રાખનાર,  સાધન તથા સેવા આપનાર  લોકોને પ્રોત્સાહન અને ખાસ તો HOPE (આશા) આપવા અને માહિતી ના આદાન પ્રદાન માટે તેમજ  ભારતમાં સ્ટ્રોક જાગૃતિ વધારવા માટેનાં અભિયાનને સપોટૅ કરવા જોડાવ…..

** Whatsapp Group: https://strokesupport.in/contact/

** અમારી સાથે સ્વયંસેવક તરીકે, અથવા પ્રતિસાદ આપવા કે તમારા ઇનપુટ્સ શેર કરવા માટે જોડાવા માટે નાં માધ્યમો

જેવાં કે ટેલિગ્રામ, લિંક્ડડિન, ફેસબુક (ઘણી સ્થાનિક ભારતીય ભાષાઓમાં), ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, પ્રિન્ટેરેસ્ટ અને યુટ્યુબ જેવાં  સોશિયલ મીડિયા જૂથો અને ચેનલો સહિત દરેક માધ્યમથી અમે ઉપલબ્ધ છીએ.
https://strokesupport.in/connect/

 ખુબ ખુબ આભાર !

ગુજરાતી અનુવાદ માટે ભરત ચાંગેલાજીનો ખૂબ ખૂબ આભાર.

If you have limited/No information about Stroke, its symptoms and consequences, we STRONGLY suggest you read at least one of the following before you leave this Website, as well as share the links with your friends and family. You may save someone from sudden death or being crippled for life !
* Be fast – Stroke Symptoms in English with Videos of Actual Strokes

* स्ट्रोक (आघात) – हिंदी में कुछ जानकारी
* स्ट्रोक-के-साधारण-लक्षण
* In Bengali – Be Fast – দ্রুত !

* In Gujarati – જ્યારે સ્ટ્રોક આવે ત્યારે BE FAST
* In Marathi – BE FAST स्ट्रोक होतो तेव्हा !
* In Odiya – ଷ୍ଟ୍ରୋକ: ମୃତ୍ୟୁ ଅଥବା ଶାରୀରିକ/ମାନସିକ ଅସମର୍ଥ